Sunday, June 15, 2008

દિલથી વધુ પ્રણયમાં દિલાસો દિમાગ છે,
તારી જુદાઈને એ કહે છે વિરણ છે.
સૂની જગાને જોઈને બેહલાવું છું મને,
સમજું છું કે તને અહીં મળવાનો રાગ છે.
હુ દઈ રહ્યો છું તાલ કે કંઈ એને લય મળે,
બાકી બહુ બેસૂરો જમાનાનો રાગ છે.
એના મિલન હજાર,મુલાકાત બેશુમાર,
તોયે હજી હ્રદયમાં જુદાઈની આગ છે.
એને હવે નિરાશા કહું કે સમજ કહું,
જો એ મને મળી નથી શકતા તો ત્યાગ છે.
એકાદ ખૂણે તો મને રહેવા દે ચેનથી,
ઓ જિંદગાની તારા હજારો વિભાગ છે.
મારી વિરહની રાતે જરા બોલ ઓ ગગન!!
એક પ્રશ્ન છે આ કોના સિતારા સજાગ છે.?
જાહેર એ થાય છે તો નજીવા પ્રસંગ પર,
બાકી બધી જ વાતે મહોબ્બત અતગ છે.
કોઈ સહાનુભૂતિને લાયક નથી 'મરીઝ'
એને હવા ન દો એ બુઝાતો ચિરાગ છે...
-મરીઝ...

No comments: