Thursday, October 30, 2008

તમે સાંજે મળો તો મને એકલા મળોકે મારા દિવસ આખાને વળે હાશ :આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીંઉન્હા ઉજાગરાની પ્યાસ.
આંખો મીંચાય, પછી શમણું ઊગેએ તો નીંદરમાં બાવળની શૂળ;ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીંવાયદાના ભાંગેલા પુલ :
એવી તે વાવી કઇ જીવતરમાં ભૂલકે તમે મળવામાં આટલા ઉદાસ !
ધોધમાર તડકો કંઇ આછો થયોઅને સાંજની હવા તે બહાવરી;કાળીકાળી વાદળી ખુલ્લા આકાશમાંવરસી નહીં કે નહીં આછરી
આદરેલી વાત તમે અધવચ્ચે આંતરીને શબ્દોના ટૂંપાયા શ્વાસ !
- જગદીશ જોષી

No comments: