Tuesday, November 18, 2008



જિંદગી આખી રડાવ્યો છે મને ,

ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને,

જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને,

સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની,

આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને,

આ દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું,

મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને,

કૈં નહોતુ એ છતાં, સૌ એ મને લુંટી ગયા,

કૈં નહોતુ એટલે, મે પણ લુટાવ્યો છે મને,

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,

મે ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે મને,

એ બધા જે આજે રડે છે મોત પર,

એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને...!!!



હવાનાં ઊછળતાં હરણ આવશે,

ને સૂરજનું ધગધગતું રણ આવશે,

ઊઘડતો જશે એક ચહેરો સતત,

સ્મરણમાંય એનું સ્મરણ આવશે,

હશે કોઈ સામે ને અડવા જતાં,

ત્વચા સ્પર્શનું આવરણ આવશે,

રહેવા દો દરવાજા ખુલ્લા હવે,

છે આશા હજી એક જણ આવશે,

તમે પાછા કરશો ખુલાસા નવા,

અને અમને વિશ્વાસ પણ આવશે,

સમયની તો સીમાઓ પૂરી થઈ,

હવે જોઈએ કેવી ક્ષણ આવશે,

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે,

હતી ક્યાં ખબર કે મરણ આવશે...!!!

મને ગમતી પ્રત્યેક ક્ષણ ગઝલમાં લઈને આવ્યો છું
ઘણી વાતો તમારી પણ ગઝલમાં લઈને આવ્યો છું
સતત ચાહી છે કુદરતને પૂરી નિષ્ઠાથી જીવનમાંનદી,
પર્વત ને તપતું રણ ગઝલમાં લઈને આવ્યો છુંશિલાલેખો,
ગિરિ ગિરનાર, દામોકુંડ, કેદારો
જૂનાગઢની ધરાના કણ ગઝલમાં લઈને આવ્યો છું
સમજપૂર્વક હકીકતને જુદી, આભાસથી પાડી
અરીસામાં પ્રગટતો જણ ગઝલમાં લઈને આવ્યો છું
નથી મારી ખૂબી એમાં, લખાવે છે કૃપા એની
સતત એ વાતની સમજણ ગઝલમાં લઈને આવ્યો છું।