Monday, June 9, 2008

એક અધુરી કથાને આપણે અંજામ દઈએ,
સુંવાળા સબંધને કોઈ તો નામ દઈએ.
ચાલ પથ્થરની ઠોકર એટલે એક ઘાત ટળી,
પણ આ ફુલોની ઠોકરને શું નામ દઈએ.
સમય આવે તો એ ખપ જરુર લાગશે,
લટકતી તો લટકતી સૌને સલામ દઈએ.
આંગળી સૌ કોઈની તારી તરફ ઉઠશે ,
અમારી કલ્પનાને પણ જો અમે નીલું નામ દઈઍ.
નામથી વિપરીત વધારે ગુણ મળ્યા માણસમાં
શું ખોટું છે જો "નારાજ " ઉપનામ દઈએ.

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ
ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું
અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.
નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું

અજાણ્યા આ જહાં ને ક્યાં ઓળખું છું?
આ રણની સૌ સુધાને ક્યાં ઓળખું છું?
વખાણે કોઈ તો હું છાતી ફુલાવું,
અહમ્ ના બુદ-બુદાને ક્યાં ઓળખું છું?
ભરું છું સદાયે હું મારા જ ખીસ્સા.
ગરીબોની સદાને ક્યાં ઓળખું છું?
જફા એ કરતાં તો યે હું પ્રેમ આપું,
હું દિલનાં કો' ગુનાને ક્યાં ઓળખું છું?
હું જડ છું કે છું ચેતન ક્યાં છે ખબર કો'!
હું ખુદને કે ખુદાને ક્યાં ઓળખું છું?


હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય આપશો.

ગમ નથી જો આંખ ના લુછે કોઇ પાલવ હવે,
જાળવે છે ધૈર્ય પોતે દર્દનુ ગૌરવ હવે...


ઝંખના નીષ્ફળ જતાં ઊઠી ગયો વીશ્વાસ પણ,
મનને ભરમવી નથી શકતો કોઇ પગરવ હવે.


જ્યાં લગી ના ઝંપલાવ્યું ત્યાં લગી ભ્ર્મણા હતી,
ક્યાંય સાગરમાં નથીૂ ઊંડાણ નો સંભવ હવે...


પ્રેમની ભુરહકીમાં શી તાસીર છે ખુદ જોઈ લે.,
કેટલો માદક છે તારા રુપનો આસવ હવે....


ધુંધવાયા પ્રાણ ત્યારે તો હવા દીધી નહી.,
પાળીયા પર શીશ પટકે છે વ્રુથા વીપ્લવ હવે.


મૌનને સુપરત કરી દીધો ખજાનો શબ્દનો..,
આવ કે જોવા સમો છે શુન્યનો વૈભવ હવે...



આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.
લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઇ.
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી.
એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી.
એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરુ,
જેઓ વેરાનીને પણ સુની જગા કહેતા નથી.
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી

ये शीशे ये सपने ये रिश्ते ये धागे
किसे क्या ख़बर है कहाँ टूट जायें


मुहब्बत के दरिया में तिनके वफ़ा के
न जाने ये किस मोड़ पर डूब जाएं

अजब दिल की बस्ती अजब दिल की वादी
हर एक मोड़ मौसम नई ख़्वाहिशों का
लगाये हैं हम ने भी सपनों के पौधे
मगर क्या भरोसा यहाँ बारिशों का

मुरादों की मंज़िल के सपनों में खोये
मुहब्बत की राहों पे हम चल पड़े थे
ज़रा दूर चल के जब आँखें खुली तो
कड़ी धूप में हम अकेले खड़े थे


जिन्हें दिल से चाहा जिन्हें दिल से पूजा
नज़र आ रहे हैं वही अजनबी से
रवायत है शायद ये सदियों पुरानी
शिकायत नहीं है कोई ज़िन्दगी से